ત્રિપદી:-
આભાસી અસ્તિત્વ છતાં
પહોચાડી દીધાં અમને રણ થી રસ્તા સુધી
મૃગજળ હંમેશા છળનારાં નથી હોતાં.
રચના:- મનીષા
Bookmark to:
શુન્યતા ના આવરણો માં હિબકે ચઢ્યો;
વિશ્વાસ મારો જ કેમ એરણે ચઢ્યો?
રઝળતી થઈ ગઈ સઘળી પળો;
સમેટવા પળો ને જિંદગી નો પનો કેમ ટૂંકો પડ્યો?
થઈ બિહામણી આવી ને ઊભે છે હર રાત;
નિંદર ને આંખ સાથે કયો અણબનાવ નડ્યો?
નથી સાથ દેતા મન ને ઉલેચવા;
શબ્દો ને પણ કયો વિસામો નડ્યો?
રચના:-મનીષા
Bookmark to:
પાયા મા થયેલ ખળભળાટ ને સમેટી
ઊભી છે નિર્લેપ થઈ ને દિવાલ…
રચના:-મનીષા
Bookmark to:
વહેતી રહી તારા સાન્નિધ્ય મા હરેક પળો લહેરખી સી થઈ.
તારા જવા થી જોને…જાણે વહેતી ક્ષણો પાંગળી થઈ.
રચના:-મનીષા
Bookmark to:
ત્રીપદી:-
વેદના ને વલૂરતાં,ઉઝરડાઈ ગઈ જીંદગી.
દર્દ ની ખાઈ ને પૂરવા માં,તરડાઈ ગઈ જીંદગી.
એક ડગલું જ અમે તો હજુ માંડ્યું’તું,ન જાણે ક્યાં ફંટાઈ ગઈ જીંદગી?
-રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી:-
ચૂકવી છે અંગતતા ને ઉઘાડવા ની એવી કિંમત,
હ્રદયબંધ જ્યાં અમે તોડ્યાં,
થયું છિદ્ર નાનું પણ આખી દુનિયા પ્રવેશી ગઈ.
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી:-
બની બાષ્પ વિખેરાયા,
થઈ ઝાંખળ સા આવ્યા સઘળા સંબંધો,
પોતાની રાહ સાથે લઈ આવ્યા સઘળા સંબંધો.
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી:-
શુ શબ્દ હવે ફૂટે?
નજરો માં હિમ છલકાયા છે.
થિજેલા સંબંધો ના અમે ગામ વસાવ્યા છે.
,રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી:-
સ્મરણોં ની છે ના કોઇ નિતીમત્ત,
ના થતી મોસમ ની જેમ એની અવરજવર,
થઇ સમય એતો સાથે ચાલ્યા કરે છે અવિરત.
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી :-
હતી થોડા પ્રહર ની ઍ રાત,
વિચારી અમે અંધકાર ને સ્વિકારી લીધો,
પણ થઈ સમય સાથે ઍતો વસી ગયો
રચના:-મનીષા
Bookmark to:


















































