Database error: INSERT command denied to user 'gb9856'@'77.232.68.137' for table 'wp_firestats_useragents'
SQL: INSERT IGNORE INTO `wp_firestats_useragents` (`useragent`,`md5`) VALUES ('CCBot/1.0 (+http://www.commoncrawl.org/bot.html)' ,MD5(`useragent`))
ત્રીપદી:-
વેદના ને વલૂરતાં,ઉઝરડાઈ ગઈ જીંદગી.
દર્દ ની ખાઈ ને પૂરવા માં,તરડાઈ ગઈ જીંદગી.
એક ડગલું જ અમે તો હજુ માંડ્યું’તું,ન જાણે ક્યાં ફંટાઈ ગઈ જીંદગી?
-રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી:-
ચૂકવી છે અંગતતા ને ઉઘાડવા ની એવી કિંમત,
હ્રદયબંધ જ્યાં અમે તોડ્યાં,
થયું છિદ્ર નાનું પણ આખી દુનિયા પ્રવેશી ગઈ.
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી:-
બની બાષ્પ વિખેરાયા,
થઈ ઝાંખળ સા આવ્યા સઘળા સંબંધો,
પોતાની રાહ સાથે લઈ આવ્યા સઘળા સંબંધો.
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી:-
શુ શબ્દ હવે ફૂટે?
નજરો માં હિમ છલકાયા છે.
થિજેલા સંબંધો ના અમે ગામ વસાવ્યા છે.
,રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી:-
સ્મરણોં ની છે ના કોઇ નિતીમત્ત,
ના થતી મોસમ ની જેમ એની અવરજવર,
થઇ સમય એતો સાથે ચાલ્યા કરે છે અવિરત.
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી :-
હતી થોડા પ્રહર ની ઍ રાત,
વિચારી અમે અંધકાર ને સ્વિકારી લીધો,
પણ થઈ સમય સાથે ઍતો વસી ગયો
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી :-
માન્યુ કે સામે પૂરુ આકાશ છે,
ઉડવા માટે સ્વપ્ન ની ઉડાન છે.
પણ અમારિ પાંખો મા હકીકતો નો ભાર છે.
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી :-
નભે થી વહી રહી જે , છે,
બીજુ કઈ નથી ઍ ,
ઍ તો વાદળે અનુભવેલી ભિનાશ નો ભાર છે.
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી :-
જિંદગી છે વહ્યા કરે છે,
વળાંકો પર વહેતી રહેતી,ઢોળાવો પર ઢળ્યા કરે છે.
સડક જેવી પણ હોય,સડક સાથે સર્યા કરે છે.
રચના:-મનીષા
Bookmark to:
ત્રિપદી :-
તારી રાહ જોવા મા આંખો અમારી ચાતક બની,
પલ પલ ને દૂર હડસેલતા રહ્યા.
અને હર પલ અમને જાણે સદી જેવી લાગી…
રચના:-મનીષા
Bookmark to: